Menu

देश
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લકઝરી બસ આગની જ્વાળામાં લપેટાઈ, 28 મુસાફરો હતા સવાર

nobanner

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર માકવા ગામ પાસે લકઝરી બસમાં આગ લાગવાની ઘટના ઘટી છે. બસમાં કુલ 28 લોકો સવાર હતાં. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. એક કલાકની જહેમત બાદ લક્ઝરી બસમાં લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર માકવા ગામ પાસે મોડી રાતે બસમાં ઓવરહીટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનાગ્રસ્ત બસમાં 28 લોકો સવાર હતાં. લક્ઝરી બસ બેંગ્લુરુથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી.

રાહતની વાત એ છે કે આવા ભીષણ અકસ્માતમાં પણ બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.